જસદણ થી અમદાવાદ જતા હિંગોળગઢ ના ઘનઘોર જંગલ અને પહાડ ની પેલેપાર આવેલું ગામ એટલે ભોંયરા
આ ગામ મા જવા માટે તમને જસદણ થી સરકારી બસ મા કે ખાનગી વાહન મા બેસી ને હિંગોળગઢ ગામ માં ઉતરી જવું પડે અને ત્યાં થી 2 કિમિ ડામર રોડે થઈ ને ભોંયરા પોહોંચી શકાય છે. ચારે બાજુ થઈ પહાડો થી ઘેરાયેલા આ ગામ ની વસ્તી અંદાજીત 1200 ની છે જેમાં મુખ્યત્વે કોળી,ભરવાડ,બાવાજી અને ચારણ ગઢવી ની વસ્તી છે અને બધા સુખ શાંતિ અને સંપી ને રહે છે
સરકારી નૌકરીયું ની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ ગામ જસદણ વીંછીયા તાલુકા નું પ્રથમ નમ્બર નું ગામ છે જેમાં અવડી મોટી સંખ્યા માં સરકારી નૌકારીયાતો છે,જેની ગાંધીનગર પણ નોંધ લેવા માં આવી છે. ધાર્મિક દ્રષ્ટિએ આ ગામ ખૂબ આગળ પડતું ગામ છે જેમાં જુદી જુદી દેવીઓ આઈ મોગલ આઈ રવેચી મચ્છો માં ત્થા રામદેવપીર નું મન્દિર આવેલ છે.તદુપરાંત,ચારણો ની દેવી આઈ સોનલ મા ના આ ગામ મા રામસૂરભા ગોરા ના ઘરે બેસણા હતા.
અને આ એજ જન્મ ભૂમિ છે જેને ઋષિ સમાન લાખા બાપુ ગોરા ને જન્મ આપ્યો છે જેનો ગર્વ દરેક ભોંયરા વાસી તેમજ ચારણ ગઢવી સામાજ લે છે. પ્રકૃતિક દ્રષ્ટિએ ભોંયરા ને કુદરત નું બાળક કહીયે તો અતિશયોક્તિ નહી લાગે કારણ કે આ ગામ ચારે બાજુ થી જંગલ થી ઘેરાયેલું છે જેની આથમણી દિશા માં હિંગોળગઢ નો ડુંગર આવે લો છે. ચોમાસા ની મોસમ મા ભોંયરા નો લહાવો લેવા જેવો છે કારણ કે ચોમાસા માં પ્રકૃતિ સોળે કળા એ ભોંયરા પર મહેરબાન થાય છે.જંગલ મા વિચરણ કરતા ક્યાંક હરણ નીલગાય જેવા પશુઓ તેમજ ખૂબ મીઠા અને મધુરા શોરબકોર કરતા પક્ષીઓ જોવા એક આહલાદક અનુભવ ને જન્મ આપે છે.
આ ગામ મા ગામ ના છેવાડે એક ભોંયરૂ આવેલું છે,સ્થાનિક લોકો ના મતે આ ભોંયરા ના નામ ના લીધે જ આ ગામ નું નામકરણ કરવા માં આવ્યું હશે એવું પ્રતીત થાય છે. આ ભોંયરા નું નિર્માણ કોને કર્યું અને આ સુરંગ નો ઉપયોગ કેવીરીતે અને ક્યાં કામ માટે થતો હતો એ બાબત મા ઘણા મત મતાંતર પ્રવર્તે છે પણ કોઈ ઠોસ પુરાવા હજુ કોઈ પાસે નથી. આજે પણ આ ભોંયરૂ પોતાના અદીઠા અને ઘાટા રહસ્યો ને લઈ ને વનરાઈ મા હિલોળા ખાય છે. તો ભાઈઓ,અચૂક પધારો અમારા ગામ ની મુલાકાતે.
Bhonyara is a village located on the other side of the dense forest and mountains of Hingolgadh on the way from Jasdan to Ahmedabad. To reach this village, you have to take a government bus or a private vehicle from Jasdan and get off at Hingolgadh village and from there you can reach the Bhonyara by taking a 2 km asphalt road. Surrounded by mountains on all sides, the village has an estimated population of 2000, mainly Koli, Bharwad, Bawaji and Charan Gadhavi, all living in peace and harmony.
In terms of government jobs, this village is the number one village in Jasdan Vinchhiya taluka which has a large number of government jobs, of which Gandhinagar has also been noted. From a religious point of view, this village is a very advanced village in which different goddesses like I Mogul, I Ravechi and the temple of Ramdevpeer are located.
It would not be an exaggeration to call the Bhonyara a child of nature from a natural point of view as this village is surrounded by forest on all sides in the direction of which the hill of Hingolgadh comes. It is like taking advantage of the Bhonyara during the monsoon season because in the monsoon, nature is kind to the Bhonyara. It is a delight to see animals like deer, nilgai, and birds roaming the jungle, as well as very sweet and sweet noisy birds.
There is a basement at the end of the village in this village, according to the locals it seems that the name of this village may have been due to the name of this basement. There is a lot of controversy over who built the basement and how and for what purpose the tunnel was used, but no concrete evidence yet. Even today, this cellar is full of its deepest secrets and eats in the forest.